ભરૂચ : ભીડભંજન ખાડી નજીક કોઈ હોસ્પિટલે જાહેરમાં મેડિકલ વેસ્ટ ઠાલવ્યો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં રોષ...

ભરૂચના પાંચબત્તી નજીક આવેલ ભીડભંજનની ખાડી વિસ્તારમાં મેડિકલ વેસ્ટ ઠલવાતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

Update: 2022-03-05 07:56 GMT

ભરૂચના પાંચબત્તી નજીક આવેલ ભીડભંજનની ખાડી વિસ્તારમાં મેડિકલ વેસ્ટ ઠલવાતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

ભરૂચ શહેરના પાંચબતી વિસ્તારમાં ઘણા બધા હોસ્પિટલ આવેલા છે, ત્યારે નજીકમાં જ આવેલ ભીડભંજનની ખાડી વિસ્તારમાં કેટલાક હોસ્પિટલ દ્વારા જાહેરમાં પોતાનો મેડિકલ વેસ્ટ સહિતનો કચરો ઠલવાયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોકે, રહેણાંક વિસ્તારમાં જ મેડિકલ વેસ્ટનો નિકાલ કરાતા સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. સમગ્ર મામલે લોકોએ આક્ષેપ કર્યો છે કે, નજીકના કોઈ હોસ્પિટલ દ્વારા વપરાયેલો મેડિકલ વેસ્ટ અને કચરો ભીડભંજન વિસ્તારમાં ઠાલવવામાં આવ્યો છે, ત્યારે રખડતાં શ્વાન આ કચરાને લોકોના ઘર સુધી ખેંચી લાવતા બહાર રમતા બાળકો અને સ્થાનિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થવાની રાવ ઉઠી છે, ત્યારે આ બેદરકારી ભર્યું કાર્ય હવે બંધ નહીં થાય તો સ્થાનિકોએ આવનાર સમય ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

Tags:    

Similar News