ભરુચ : રહીશો દ્વારા કરાઇ ગણેશ ઉત્સવની અનોખી રીતે ઉજવણી, રમત ગમત, ગરબા, ભજન સહિતના અનેક કાર્યક્રમો યોજાયા...

ભરૂચમાં આવેલા આયુષી બંગ્લોઝના રહીશોએ ગણેશ મહોત્સવ નિમિત્તે વડીલોને ઘરમાં ભોજન કરાવી સાંજની આરતીનો લાભ દીધો હતો

Update: 2023-09-21 07:38 GMT

ભરૂચમાં આવેલા આયુષી બંગ્લોઝના રહીશોએ ગણેશ મહોત્સવ નિમિત્તે વડીલોને ઘરમાં ભોજન કરાવી સાંજની આરતીનો લાભ દીધો હતો અને રમત ગમત, ગરબા અને ભજન સહિતના અનેક કાર્યક્રમો યોજી અનોખી રીતે ઉજવણી કરી હતી.

હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે લોકો અલગ અલગ રીતે આ પવિત્ર પર્વની ઉજવણી કરતાં હોય છે. ત્યારે ભરૂચના કસક ખાતે આવેલ આયુષિ બંગ્લોઝના રહીશોએ ગણેશ મહોત્સવ નિમિત્તે એક અનોખો પ્રયાસ કર્યો હતો. ગણેશ મહોત્સવ દરમિયાન આયોજકો દ્વારા રમત ગમત, ગરબા,ભજન સહિતના અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. રહીશો દ્વારા વડીલો માટે સાંજના ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને વડીલોને રહીશોએ પોતાના હાથે ભોજન કરાવ્યું હતું. ભોજન બાદ તમામ વડીલોને આયુષિ બંગ્લોઝ ખાતે લઈ જઈ તેમના હસ્તે ગણેશજીની આરતી ઉતારવામાં આવી હતી. આ પ્રસંગે રહીશોનો વડીલો પ્રત્યેનો આદરભાવ જોવા મળ્યો હતો. વડીલોએ ગણેશજીના દર્શન કરી આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભક્તિભાવ પૂર્વક જોડાયા હતા.

Tags:    

Similar News