ભરૂચ : નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા ડ્રાઇવર અને ક્લીનરો માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો...

સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા ભારત પેટ્રોલિયમના સૌજન્યથી ડ્રાઇવર અને ક્લીનર માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2024-01-08 12:49 GMT

ભરૂચ જિલ્લાના નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા ભારત પેટ્રોલિયમના સૌજન્યથી ડ્રાઇવર અને ક્લીનર માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના નબીપુર સ્થિત નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા ભારત પેટ્રોલિયમના સહયોગથી ને.હા. 48 પર આવેલ અસુરીઆ પાસે નજીક હોટલ શિવકૃપા ખાતે ડ્રાઇવર અને ક્લીનરોના મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં નબીપુર હોસ્પિટલનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો. નબીપુર હોસ્પિટલના ડોકટર જીગીશા ચોક્સીએ ડ્રાઇવર અને ક્લીનરોના સ્વાસ્થ્યનું નિદાન કરી યોગ્ય દવાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે નબીપુર હોસ્પિટલના ઓફિસ સ્ટાફ સહિત ભારત પેટ્રોલિયમના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનો મોટા પ્રમાણમાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. નબીપુર હોસ્પિટલ વતી હોસ્પિટલ ઓફિસ ઇન્ચાર્જ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવા બદલ ભારત પેટ્રોલિયમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Tags:    

Similar News