ભરૂચ: જંબુસરના ખાનપૂર ગામે 15 દિવસમાં 50થી વધુ પશુઓના મોત,જાણો શું છે કારણ

જંબુસર તાલુકાનાં ખાનપુર ગામે પ્રદુષિત પાણી પી જતાં 15 દિવસમાં 50થી વધુ પશુઓના મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે.

Update: 2022-01-31 10:03 GMT

ભરૂચના જંબુસર તાલુકાનાં ખાનપુર ગામે પ્રદુષિત પાણી પી જતાં 15 દિવસમાં 50થી વધુ પશુઓના મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે. સ્થાનિકોના આક્ષેપ અનુસાર નાગર પાલિકાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની લાઇન લીક થતાં આ દુર્ઘટના બની છે

જંબુસર તાલુકાના ખાનપુર ગામ નજીક જંબુસર નગરપાલિકા દ્વારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે જોકે આ કામગીરી હજુ અધૂરી છે સાથે જ નગરપાલિકામાંથી દૂષિત પાણીના વહન માટેની પાઇપલાઇનમાં પણ નાખવામાં આવ્યું છે.આ પાઇપલાઇનમાં લીકેજ થતું હોવાથી પાલિકા વિસ્તારનું પ્રદૂષિત પાણી નજીકની જમીન અને તળાવમાં ભરી રહ્યું છે છેલ્લા એક સપ્તાહથી આ ગામના પશુપાલકોના દુધાળા પશુઓ પાણી પીને મોતને ભેટી રહ્યા છે.જંબુસર તાલુકાના ખાનપુર ગામ ખાતે રહેતા ગામના પશુપાલકોના અંદાજે ૫૫ જેટલા નાના-મોટા પશુઓ તબક્કાવાર મૃત્યુ પામતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. નગરપાલિકાના દૂષિત પાણીના કારણે આ પશુઓના મોત થયા હોવાની પશુપાલકો દ્વારા વળતરની માગણી કરવામાં આવી રહી છે.

Tags:    

Similar News