ભરૂચ : નબીપુર પોલીસની ઉમદા કામગીરી, 90 વર્ષીય વૃદ્ધા મળી આવતા પરિજનોને સોંપાય…

ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે નેશનલ હાઇવે નં. 48 પર ઝનોર ચોકડી નજીક નબીપુર પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન 90 વર્ષીય વૃદ્ધા મળી આવી હતી,

Update: 2022-02-03 05:01 GMT

ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે નેશનલ હાઇવે નં. 48 પર ઝનોર ચોકડી નજીક નબીપુર પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન 90 વર્ષીય વૃદ્ધા મળી આવી હતી, ત્યારે પોલીસે તજવીજ હાથ ધરી વૃદ્ધાને પોતાના પરિવારજનોને સોંપી માનવતાની મહેક પ્રસરાવી છે.

મળતી માહિતી અનુસાર, ગત બુધવારના રોજ સાંજે 4 વાગ્યાના સુમારે નબીપુર પોલીસ મથકનો કાફલો પેટ્રોલિંગમાં હતો, તે દરમ્યાન નેશનલ હાઇવે નં. 48 પર ઝનોર ચોકડી નજીક પોલીસને એક અજાણી આશરે 90 વર્ષીય વૃદ્ધા મળી આવી હતી, ત્યારે વૃદ્ધાને નબીપુર પોલીસ મથકે લાવી તેમની અને તેમના પરિવારજનો વિશે પૂછપરછ કરતા વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના દનોલી ગામના કમળાબેન ડાભાભાઈ ઠાકોર હોવાનું જણાવ્યુ હતું. નબીપુર પોલીસે વૃદ્ધાના સ્વજનોનો સંપર્ક કરી તેઓને નબીપુર પોલીસ મથકે બોલાવી વૃદ્ધાને સોંપયા હતા, ત્યારે પરિવારજનોએ નબીપુર પોલીસની ઉમદા કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ નબીપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે પણ એક પરપ્રાંતીય બિનવારસી મળતા તેને પણ તેના સ્વજનો સુધી પહોચાડી માનવતાની મહેક પ્રસરાવી હતી.

Tags:    

Similar News