ભરૂચ : આમોદમાં દુર્ગંધ મારતી અને પ્રદુષણ ફેલાવતી પાલિકાની કચરાપેટીથી લોકો ત્રાહીમામ...

આમોદ નગરપાલિકાના પાપે થઈ રહે છે પ્રજા પરેશાન કાછીયાવાડમાં કચરાપેટી સાફ નહીં થતાં લોકો પરેશાન પ્રજાને આરોગ્યલક્ષી સુવિધા આપવા પાલિકા તંત્ર વામણું

Update: 2022-04-09 15:22 GMT

ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં આવેલા કાછીયાવાડ વિસ્તારના રહીશો દુર્ગંધ મારતી અને પ્રદુષણ ફેલાવતી કચરાપેટીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ વિસ્તારના રહીશોએ અનેક વખત પાલિકા તંત્રને જાણ કરી હોવા છતાં કચરાપેટી ખાલી કરવા કે, ઉપાડવામાં ન આવતી હોવાથી લોકોના સ્વાસ્થય સામે સવાલો ઉભા થયા છે.

સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પાલિકા તંત્રને વારંવાર લેખિત રજુઆત કરવા છતાં કચરાપેટી સાફ કરવામાં આવતી નથી. જેથી પાલિકાના અણઘડ વહીવટથી લોકો પરેશાન બન્યા છે. ભારત સરકારની ઓનલાઈન સ્વચ્છતા એપ્લિકેશન ઉપર પણ ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી. છેલ્લા 7 દિવસમાં અરજીનો નિકાલ કરવાનો હોય છે, પરંતુ હજુ સુધી નિકાલ થયો નથી. આ ઉપરાંત કચરાપેટી પાસે ઇલેક્ટ્રિક થાંભલો પણ આવેલો છે, ત્યારે કચરાપેટીમાં રહેલો કચરો સળગતા મોટા અકસ્માતનો પણ ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે.

Tags:    

Similar News