ભરૂચ: પાનોલી GIDCમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા,પોલીસે બે જુગારીઓની કરી ધરપકડ

પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ આર.એસ.પી.એલ કંપની પાછળ નહેર પાસેથી જુગાર રમતા બે જુગારીયાઓને ભરૂચ એલસીબીએ ઝડપી પાડ્યા હતા.

Update: 2022-10-14 07:17 GMT

અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ આર.એસ.પી.એલ કંપની પાછળ નહેર પાસેથી જુગાર રમતા બે જુગારીયાઓને ભરૂચ એલસીબીએ ઝડપી પાડ્યા હતા.

ભરૂચ એલસીબીના પી.આઈ.ઉત્સવ બારોટના માર્ગ દર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત પટેલ સહીત તેઓનો સ્ટાફ અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સી.માં પેટ્રોલિંગ હતો તે દરમિયાન બાતમી મળી હતી કે આર.એસ.પી.એલ કંપની સામે નહેરની બાજુમાં જુગારધામ ચાલી રહ્યું છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ ૧૦ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો જુગાર રમાડતા મૂળ ખેડાનો અને આર.એસ.પી.એલ કંપની પાછળ રહેતો જુગારી શંકર કિશોર પંડ્યા અને મનીષ વસાવાને ઝડપી પાડ્યો હતો.

Tags:    

Similar News