ભરૂચ : ઝાડેશ્વરના બ્રહ્માકુમારીઝ સેન્ટર પર રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

Update: 2021-08-15 15:19 GMT

ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 800 થી પણ વધુ ભાઇ-બહેનો જોડાયા હતા.

બ્રહ્માકુમારીઝની બહેનોએ ભાઈઓને રક્ષા બાંધી ભાઈઓ પાસેથી વ્યસનમુક્તિ માટેની ભેટ લીધી હતી. ભાઈ-બહેનોના પવિત્ર પર્વ રક્ષાબંધનની ઝાડેશ્વર સ્થિત બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે બિ .કે પ્રભાદિદિના સાનિધ્યમાં પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ૮૦૦થી વધુ ભાઈ-બહેનો ઉજવણીમાં જૉડાયા હતા. પ્રભા દીદી એ જણાવ્યું હતું કે તન મનની સુરક્ષા માટે નું બંધન એટલે રક્ષાબંધન જેમાં કોઈ નિયમ કે કાયદો લાગું પરતો નથીં તિલક એટલે વિજય પોતાનામાં રહેલી બુરાઈ પર વિજય મેળવવો રક્ષાબંધન પર્વે મીઠાઈ થી મોઢું મીઠું કરાવવા પાછળ મીઠા બોલ બોલવાનો આશરે રહેલો છે. બ્રહ્માકુમારી જ ની બહેનોએ ભાઈઓને રક્ષા બાંધી તેમની પાસેથી કોઈપણ પ્રકારના વ્યસનને છોડી દઈ વ્યસન મુક્ત થવાના સંકલ્પની ભેટ લીધી હતી.આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તથા હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં બ્રહ્માકુમારી સેન્ટરના ભાઈ બહેનો તથા કોરોના સંક્રમણથી બચે તેવા સુચનો પણ કરાયા.

બહેનો દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ સબ જોનના ઈન્ચાર્જ પ્રભા દીદી અનિલા દીદી નિમાદિદિ તિકુદિદિ સહિત બ્રહ્માકુમારી સેન્ટર પર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News