ભરૂચ : ફરસરામી દરજી પંચ દ્વારા પાતાળેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોધ્ધાર,પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા નીકળી

નીલકંઠ મહાદેવના પટાંગણમાં પાતાળેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોધ્ધાર કરી દેવી દેવતાઓની મુર્તિઓના દ્વી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

Update: 2022-05-08 09:42 GMT

ભરૂચ ફરસરામી દરજી પંચ દ્વારા નીલકંઠ મહાદેવના પટાંગણમાં પાતાળેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોધ્ધાર કરી દેવી દેવતાઓની મુર્તિઓના દ્વી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ ફરસરામી દરજી પંચ દ્વારા નીલકંઠ મહાદેવના પટાંગણમાં પાતાળેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોધ્ધાર કરી પાર્વતી માતા, ગણેશ અને હનુમાનજીની મુર્તિઓના દ્વી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી,જે નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા.પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે પ્રમુખ રજનીભાઇ ટેલરના મહાવીર નગર સ્થિત નિવાસ સ્થાને શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન અર્ચન કરી ગતરોજ દેવી દેવતાઓની મુર્તિઓની શોભા યાત્રા નીકળી હતી. જેમાં ફરસરામી દરજી સમાજના ટ્રસ્ટીઓ, અગ્રણીઓ સહિત પરિવારજનો શ્રદ્ધાભેર જોડાયા હતા.શોભાયાત્રા સિદ્ધનાથ મહાદેવ થઈ નીલકંઠ મહાદેવ પોહચી હતી જ્યાં આરતી સાથે સમાપન થયું હતું.

Tags:    

Similar News