ભરૂચ: રોટરેક્ટ ક્લબ ઓફ નર્મદા નગરીના નવા પ્રમુખ તરીકે કૃણાલ મહેતાની વરણી

Update: 2021-08-09 09:45 GMT

ભરૂચના રોટરી વોકેશનલ સેન્ટર પર રોટરેક્ટ ક્લબ ઓફ નર્મદા નગરીના નવા પ્રમુખની પદગ્રહણ વિધિ યોજાઈ હતી. રોટરેક્ટ ક્લબ ઓફ નર્મદા નગરીના પ્રમુખનો કાર્યકાળ પૂર્ણ થતા વર્ષ ૨૦૨૧-૨૨ના નવા પ્રમુખ તરીકે કૃણાલ મહેતા અને તેમની ટીમે શપથગ્રહણ કર્યા હતા.

રોટરી ક્લબ ઓફ નર્મદા નગરીના વર્ષ ૨૦૨૧ -૨૨ના પ્રમુખ નિર્મલસિંહ યાદવે શપથવિધિ કરાવી હતી. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા

Tags:    

Similar News