ભરૂચ : ઉમરાજના 3500 ઘરોમાં નળ મારફતે મળશે મીઠું પાણી,જુઓ કઈ યોજનાનો કરાયો પ્રારંભ

નલ સે જલ યોજના થકી ગ્રામજનોને પીવાના પાણીની રાહત , ઉમરાજ ગામના 3500 જેટલા ઘરોને યોજનાનો લાભ થશે

Update: 2022-01-29 08:18 GMT

ભરુચના ઉમરાજ ગામના 3500 જેટલા ઘરોને પીવાના પાણીની સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે નળ સે જળ યોજનનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેનો આજરોજ ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો

ગુજરાત સરકારના નલ સે જલ કાર્યક્રમ હેઠળ ભરુચ જિલ્લાના ઉમરાજ ગામે 2 કરોડ 61 લાખના ખર્ચે ઇન્ટરનલ પાઇપલાઇન તેમજ અંડર ગ્રાઉન્ડ સંપનું કામ પ્રારંભ થવા જઇ રહ્યું છે જેનો આજરોજ ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો.પાણી પુરવઠા વિભાગ દ્વારા 6 લાખ લિટરનો સંપ ઉમરાજ ગામની અંદર બન્યો છે . ઉમરાજ ગામને પાણી પાલેજ જુથ યોજનામાથી પ્રાપ્ત થશે સાથે આ યોજના અંતર્ગત 3500 જેટલા ઘરોને પીવાનું મીઠુ પાણી પૂરું પાડવામાં આવશે. આજરોજ યોજાયેલ ભૂમિપૂજન સમારોહમાં ભરૂચના ધારાસભ્ય અને વિધાન સભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ,ભરૂચ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી,જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદદરિયા તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Tags:    

Similar News