ભરૂચ: ટંકારીયા નજીક રિક્ષામાં વિદેશી દારૂની હેરાફેરીના કૌભાંડનો પર્દાફાશ,પોલીસે પાઇલોટિંગ કરતાં બાઇક સવાર સહિત ચાર ઇસમોની કરી અટકાયત

ટંકારીયા ગામ તરફ બે રિક્ષામાં ભરી લઈ જવાતો વિદેશી દારૂ મળી કુલ 2.90 લાખના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને પાલેજ પોલીસે ઝડપી પાડ્યા

Update: 2023-09-30 07:56 GMT

ભરુચ તાલુકાનાં સિતપોણથી ટંકારીયા ગામ તરફ બે રિક્ષામાં ભરી લઈ જવાતો વિદેશી દારૂ મળી કુલ 2.90 લાખના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને પાલેજ પોલીસે ઝડપી પાડ્યા હતા ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્રારા પ્રોહિબિશન જુગારના ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચનાને આધારે પાલેજ પોલીસ મથકના પી.આઈ એસ.એમ.દેસાઈ સહિત સ્ટાફ ડી.વાય.એસ.પી સી.કે.પટેલના માર્ગ દર્શન હેઠળ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સીતપોણ ગામથી ટંકારીયા ગામ તરફ બે રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો ભરી જનાર છે જે બંને રિક્ષાનું ટંકારીયા ગામમાં રહેતો અનવર વલી ચવડા બાઇક લઈ પાયલોટીંગ કરનાર છે.

જેવી બાતમીના આધારે પોલીસે સીતપોણ ગામના નાળા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળો ઈસમ અને રીક્ષા આવતા પોલીસે ત્રણેય વાહનોને અટકાવી રીક્ષામાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂના 1104 નંગ પાઉચ મળી આવ્યા હતા પોલીસે 1.10 લાખનો દારૂ અને બે રિક્ષા તેમજ બાઇક મળી કુલ 2.90 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ટંકારીયા ગામના ભાલોદા સ્ટ્રીટમાં રહેતો અનવર વલી ચવડા,ઐયુબ આમ હસન કરકરીયા અને મોહંમદ રફીકઅલી ઉર્ફે મુન્નો ઇબ્રાહીમ ઘોઢીયા,આઝાદ વલી પટેલને ઝડપી પાડ્યો હતો જ્યારે કરજણ તાલુકાનાં કલ્લા ગામના કામીલ ચૌહાણને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News