ભરૂચ: સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ, 2 સંચાલકો સહિત વિદેશી યુવતીની ધરપકડ

ભરૂચ એ ડિવિઝન પોલીસે શ્રવણ ચોકડી ઉપર સિલ્વર સ્કવેર શોપિંગ સેન્ટરમાં સાઈન સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Update: 2022-05-23 10:19 GMT

ભરૂચ એ ડિવિઝન પોલીસે શ્રવણ ચોકડી ઉપર સિલ્વર સ્કવેર શોપિંગ સેન્ટરમાં સાઈન સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરુચ શહેરના લિંક રોડ ઉપર સિલ્વર સ્કવેર શોપિંગમાં સાઈન સ્પાના ઓથા હેઠળ કૂટણખાનું ચાલતું હોવાની માહિતી ભરૂચ એ ડિવિઝન પોલીસને મળી હતી. રવિવારે ડમી ગ્રાહક અને પંચો તૈયાર કરી પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.જેમાં કાઉન્ટર ઉપરથી સ્પાનો સંચાલક મૂળ સુરત અને હાલ ચાવજની સ્તવન સોસાયટીમાં રહેતો પંકજ પરમાર, ભાગીદાર કરજણનો વિરેન્દ્રસિંહ માત્રોજા મળી આવ્યા હતા.

જ્યારે સ્પાના રૂમોમાંથી કઢંગી હાલતમાં ડમી ગ્રાહક સાથે થાઇલેન્ડની 3 અને મુંબઈની એક યુવતી અને બે ગ્રાહકો મળી આવ્યા હતા.પોલીસે 11 મહિનાથી સ્પાના નામે દેહ વ્યપાર ચલાવતા બન્ને ભાગીદારો, કઢંગી હાલતમાં ઝડપાયેલા 2 ગ્રાહકો અંકલેશ્વર રોશન સોસાયટીના સોયેબ યુસુફ મોહંમદ પઠાણ અને ભરૂચના મહમદી પાર્કના ઈરફાન જમાલ પિંજારાની ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. સાથે જ કાઉન્ટર, અંગ ઝડતીમાં રોકડા અને 4 મોબાઈલ મળી કુલ રૂપિયા 40 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

Tags:    

Similar News