ભરૂચ : સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગો માટે બેઠકો નક્કી કરવા ઓબીસી સમાજની તંત્રને રજૂઆત...

જિલ્લા કલેકટર કચેરી ખાતે ઓબીસી સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગો માટેની બેઠકો નક્કી કરવા સહિત સમય મર્યાદા વધારવા અંગે રજૂઆત કરવામાં આવી હતી.

Update: 2022-08-08 12:27 GMT

ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ઓબીસી સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગો માટેની બેઠકો નક્કી કરવા સહિત સમય મર્યાદા વધારવા અંગે રજૂઆત કરવામાં આવી હતી.

ઓબીસી સમાજના દ્વારા ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે પાઠવાયેલ આવેદન પત્રમાં જણાવાયુ છે કે, હાલમાં આવેલ ચુકાદાના પરિપેક્ષમાં ગુજરાત રાજયમાં અસ્તિત્વ ધરાવતી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગો માટેની અનામત બેઠકો નક્કી કરવા માટે જસ્ટીસ કે.એસ.ઝવેરીના અધ્યક્ષપણા હેઠળ નિમાયેલ આયોગનું કાર્યક્ષેત્ર અને આ અંગે રજૂઆત કરવા બાબતે તા. ૩૦-૭-૨૨ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ આ મુદ્દત તા. ૧૦-૮-૨૨ સુધી લંબાવવા માંગણી કરવામાં આવી છે. આ આવેદન પત્રમાં સમગ્ર ઓબીસી સમાજમાં વસ્તીના ધોરણે થતી ટકાવારીના મુજબ તેમને યોગ્ય સગવડ આપવા રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત ઓબીસી સમાજના હીત અંગે આવેદન પત્રમાં અન્ય રજૂઆતો પણ કરવામાં આવી હતી. જેમાં જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી, મગન પટેલ, પ્રભુદાસ મકવાણા સહિતના અગ્રણીઓએ ભરૂચ કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી ઓબીસી સમાજની વાત સરકાર સુધી પહોંચાડવા રજૂઆત કરી હતી.

Tags:    

Similar News