ભરૂચ : સુડીના તલાટીએ સરપંચને ધકેલી દીધાં હાંસિયામાં, જુઓ તલાટી પર શું થયાં આક્ષેપો

સરપંચ તથા રહીશોએ આપ્યું આવેદનપત્ર, તલાટી મનસ્વી રીતે વહીવટ કરતાં હોવાનો આક્ષેપ.

Update: 2021-07-22 12:25 GMT

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા સુડી ગામના તલાટી જાતિનો ભેદભાવ રાખતાં હોવાના આક્ષેપો થઇ રહયાં છે અને આ આક્ષેપ ગામના જ મહિલા સરપંચે કર્યા છે. તલાટીના વર્તન અંગે જિલ્લા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

આમોદ તાલુકાના સુડી ગામના મહિલા સરપંચ અને ગ્રામજનોએ ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી સુડીના તલાટી મનમાનીપુર્વક વહીવટ કરતા હોવાનો આક્ષેપ કરી કાયદેસરના પગલાં લેવા રજુઆત કરી હતી. સરપંચ અરૂણા રાઠોડ તેમજ ગ્રામજનોએ આપેલાં આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર તેમના ગામના તલાટી પટેલ જ્ઞાતિના છે. તેઓ પોતાને ઉચ્ચ જ્ઞાતિના ગણાવી ગામ વિકાસ અને કરેલા ખર્ચના હિસાબો બતાવતા નથી.

તો સાથે જ ઠરાવ પણ જાણ બહાર લખીને ગામના ડેપ્યુટી સરપંચ જેઓ ઉચ્ચ જ્ઞાતિના હોય તેમની સાથે મેળાપીપણામાં વહીવટ કરે છે. તેઓ જાતિવાદનો ભેદ રાખી સ્થાનિકોને અપમાનજનક સ્થિતિમાં મુકી દીધાં છે. જો તલાટીની બદલી કરી નવા તલાટીની નિમણુંક નહિ થાય તો સમસ્ત અનુસુચિત જાતિ સમાજના લોકો આંદોલન કરશે તેવી ચીમકી ઉચારવામાં આવી છે.

Tags:    

Similar News