ભરૂચ: ૬૦ પરીક્ષા કેન્દ્રોના ૬૦૦ વર્ગખંડોમાં તલાટીની પરીક્ષાનું આયોજન,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

તલાટી કમ મંત્રીની સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનું આજે સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જીલ્લામાં આયોજન કરવામાં આવ્યું હતુ.

Update: 2023-05-07 08:56 GMT

ભરૂચ જિલ્લાના ૬૦ પરીક્ષા કેન્દ્રોના ૬૦૦ વર્ગખંડોમાં તલાટીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેના પગલે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળની ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રીની સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનું આજે સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જીલ્લામાં આયોજન કરવામાં આવ્યું હતુ.ભરૂચ જિલ્લાના ૬૦ પરીક્ષા કેન્દ્રોના ૬૦૦ વર્ગખંડોમાં આ પરીક્ષા યોજાય હતી.

જેમાં ૧૮૦૦૦ ઉમેદવારો નોંધાયા હતા.પરીક્ષા દરમ્યાન કોઈ અનિરછનીય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પરીક્ષા શરૂ થયા પૂર્વે જિલ્લા વિકાસ અધિકારી પી.એ.જોશી અને અધિકારીઓએ દ્વારા તમામ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્વમાં આવ્યું હતું.સરળ સંચાલન માટે પરીક્ષા કેન્દ્રો પર 66 બોર્ડ પ્રતિનિધિ, કેન્દ્ર નિયામક, વર્ગખંડ નિરિક્ષક , સુપરવાઈઝર અને સીસીટીવી ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી હતી અને એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થઈ હતી

Tags:    

Similar News