ભરૂચ: પશ્વિમ વિસ્તારમાં બે કોમના ટોળા સામસામે આવી જતા વાતાવરણ ગરમાયુ,પોલીસે પરિસ્થિતિ પર મેળવ્યો કાબુ

ભરૂચના અતિ સવેદનશીલ પશ્ચિમ વિસ્તારમાં શનિવારે સર્જાયેલ છમકલામાં શહેરની શાંતિ ડહોળાઇ હતી.

Update: 2022-12-18 12:25 GMT

ભરૂચના અતિ સવેદનશીલ પશ્ચિમ વિસ્તારમાં શનિવારે સર્જાયેલ છમકલામાં શહેરની શાંતિ ડહોળાઇ હતી. નન્નું મિયાનાળા પાસે આવેલ બળિયા દેવનું નાનું મંદિર ઢંકાઈ જવાના મુદ્દે મારક હથિયારો સાથે સર્જાયેલ ધિંગાણમાં બે વ્યક્તિને ચપ્પુ વાગી જતા ઈજા પોહચી હતી.

પશ્ચિમ ભરૂચના નાન્નું મિયા નાળા પાસે બળિયા દેવ દાદાનું નાનું મંદિર આવેલું છે. જ્યાં નજીક લઘુમતી સમાજની સોસાયટી દ્વારા સિમેન્ટના થાંભલાનું સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવતા મંદિર ઢાંકવા લાગ્યું હતું. મંદિર સિમેન્ટના સ્ટ્રક્ચર અને કચરો નાખવાના બાબતને લઇ રાતે બે કોમના લોકો વચ્ચે બોલાચાલી થઇ હતી.જે ઉગ્ર ઝઘડામાં ફેરવતા બંને કોમના ૪૦ થી ૫૦ લોકોનું ટોળું હથિયારો સાથે આમને સામને આવી ગયું હતું.દરમિયાન બે વ્યક્તિને ચપ્પુ વાગી જતા મામલો વધુ વણસ્યો હતો. જોકે પોલીસના ધાડેધાડાએ ઉતરી પડી સ્થિતિને કાબુમાં લીધી હતી. મામલા અંગે ભરૂચ શહેર બી ડીવીઝન પોલીસ મથકે ૫ હુમલાખોર સહીત ટોળા સામે રાયોટીંગનો ગુનો નોંધાયો છે.

Tags:    

Similar News