ભરૂચ: આમોદના માતર ગામે તળાવમાં ડૂબી ગયેલ યુવાનના પરિવારને સરકાર દ્વારા રૂ. 4 લાખની સહાય

માતર ગામના યુવાનનું તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થતાં ગુજરાત સરકાર દ્વારા રૂ.૪ લાખની સહાય આપવામાં આવી

Update: 2022-07-30 11:12 GMT

આમોદના માતર ગામના યુવાનનું તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થતાં ગુજરાત સરકાર દ્વારા રૂ.૪ લાખની સહાય આપવામાં આવી હતી આમોદ તાલુકાના માતર ગામે ટેકરા ફળિયામાં રહેતો રણજિત વસાવા બેંકમાં કામ અર્થે ગયો હતો ત્યારે બેંકમાંથી પરત આવતા તળાવના કિનારે પગદંડી રસ્તા ઉપર તેનો પગ લપસી જતાં તળાવમાં ડૂબી ગયો હતો અને તેનું અકસ્માતે મોત થયું હતું જેથી તેમના પરિવારને ગુજરાત સરકારના સ્ટેટ ડિઝાસ્ટર રીઝર્વ ફંડ માંથી રૂ.૪ લાખની સહાયનો ચેક આમોદ તાલુકા પંચાયત પ્રમુખ રોનક પટેલ,તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ,માતર ગામના સરપંચ ઈરફાન ઉઘરાતદારની ઉપસ્થિતમાં તેમના ઘરે જઈને આપવામાં આવ્યો હતો.

Tags:    

Similar News