ભરૂચ: ઇનર વ્હીલ ક્લબના નવા હોદ્દેદારોનો પદ ગ્રહણ સમારોહ યોજાયો

ભરૂચની ઇનર વ્હીલ ક્લબના નવા વર્ષના હોદ્દેદારોનો પદ ગ્રહણ સમારોહ યોજાયો જેમાં કિન્નર સમાજનાં અગ્રણીઓનું સન્માન કરાતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા.

Update: 2021-07-20 15:31 GMT

ભરૂચની ઇનર વ્હીલ ક્લબના નવા વર્ષના હોદ્દેદારોનો પદ ગ્રહણ સમારોહ યોજાયો જેમાં કિન્નર સમાજનાં અગ્રણીઓનું સન્માન કરાતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા.

ભરૂચ ખાતે સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત ઇનર વ્હીલ ક્લબના નવા વર્ષના હોદ્દેદારોનો પદ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન કિન્નરોનું સન્માન કરાતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

ઇનર વ્હીલ ક્લબના નવા વર્ષના પ્રમુખ રીઝવાના તલકીન જમીનદાર અને તેમની ટીમના હોદેદારોનો પદ ગ્રહણ સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે ઈન્સ્ટોલીંગ ઓફીસર તરીકે પી.ડી.સી. મધુ શર્મા ઉપસ્થિત રહી પ્રમુખ અને તેમની ટીમને શપથ લેવડાવ્યા હતા.

મુખ્ય અતિથિ તરીકે ભરૂચ કિન્નર ટ્રાન્સજેન્ડર અખાડાના પ્રમુખ નાયક કોકિલા કુંવર ઉપસ્થિત રહ્યા હતા. રોટરી યુથ સેન્ટર ખાતે યોજાયેલ આ સમારંભમાં કિન્નરોનું સન્માન કરાતા તેઓ ખુબ ભાવુક થઈ ગયા હતા અને જણાવ્યુ હતુ કે, "ભરૂચ પંથકમાં પહેલીવાર અમારૂ સન્માન કરાઈ રહ્યું છે જેના માટે અમે ખુબ ગૌરવની સાથે આભારની લાગણી અનુભવીએ છીએ." આ પ્રસંગે ઇનરવ્હીલ પરિવારના પૂર્વ હોદ્દેદારો અને સભ્યો-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News