ભરૂચ : ભારે પવન ફૂંકાતા જુના તવરા ગામે 20થી વધુ મકાનના છાપરા ઊડ્યાં, 3 વીજપોલ પણ તૂટી પડ્યા...

જુના તવરા ગામમાં વરસાદ સાથે ભારે પવન ફુંકાતા 20થી વધુ મકાનના છાપરા ઊડ્યાં હતા, જ્યારે 3 જેટલા વીજપોલ પણ તૂટી પડ્યા હતા.

Update: 2023-06-04 11:03 GMT

ભરૂચ તાલુકાના જુના તવરા ગામમાં વરસાદ સાથે ભારે પવન ફુંકાતા 20થી વધુ મકાનના છાપરા ઊડ્યાં હતા, જ્યારે 3 જેટલા વીજપોલ પણ તૂટી પડ્યા હતા.

ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આજે વહેલી સવારે ગાજવીજ સાથે વરસેલા વરસાદના કારણે મોટું નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે. વરસાદ સાથે ભારે પવન ફુંકાતા જુના તવરા ગામમાં 20થી વધુ મકાનના છાપરા ઊડ્યાં હતા. આ સાથે જ 3 જેટલા વીજપોલ તૂટી પડતાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો. ગામમાં આવેલ જલારામ ફળિયું, પંજાબ ફળિયું અને નવિ વસાવાત સહિતના વિસ્તારોમાં ભારે નુકશાન થયું હતું. આ સાથે જ ઘરવખરીની ચીજ વસ્તુઓ પણ રસ્તે રઝળતી જોવા મળી હતી. જોકે, સદનસીબે કોઈ જાનહાની ન થતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Tags:    

Similar News