ભરૂચ: આજે પડછાયાએ પણ આપણો સાથ છોડ્યો, જુઓ શું હોય છે ZERO SHADOW DAY

ભરૂચમાં આજરોજ અદભૂત ખગોળીય ઘટના જોવા મળી હતી. જેમાં બપોરે 12.35 કલાકે માનવીનો પડછાયો ગાયબ થઈ ગયો હતો

Update: 2023-05-29 10:42 GMT

ભરૂચમાં આજરોજ અદભૂત ખગોળીય ઘટના જોવા મળી હતી. જેમાં બપોરે 12.35 કલાકે માનવીનો પડછાયો ગાયબ થઈ ગયો હતો

ગુજરાત રાજ્યના શહેરોમાં તારીખ 23 મેથી 14 જૂન સુધી શૂન્ય પડછાયો દિવસ ZERO SHADOW DAYની સિઝન ચાલુ થઈ ગઈ છે ત્યારે ભરૂચમાં પણ આ અદભૂત ખગોળીય ઘટના આજરોજ બપોરે 12:35 કલાકે જોવા મળી હતી.ભરૂચના જાણીતા ખગોળશાસ્ત્રી પ્રો.અરવિંદ પંચાલના જણાવ્યા અનુસાર વર્ષમાં બે વાર આવી ઘટના સર્જાય છે.જેમાં આકાશમાં સૂર્ય તેના ઉચ્ચતમ સ્થાને પહોંચે ત્યારે અમુક ક્ષણો પુરતો માનવીનો પડછાયો સાથ મૂકી દે છે. જેને ઝીરો શેડો દિવસ તરીકે ઓળખવામાં આવે છે.સામાન્ય રીતે આપણને બધાને એવું લાગતું હોય છે કે સૂર્ય રોજ બપોરે આપણા માથા પરથી પસાર થાય છે. પરંતુ વાસ્તવમાં એવું નથી હોતું. સૂર્ય વર્ષમાં બે દિવસ આકાશમાં સૌથી ઊંચા બિંદુપરથી પસાર થાય છે. આ બે દિવસોએ બપોરના સમયે પડછાયો ગાયબ થઈ જતો હોય છે એટલે કે શૂન્ય થઈ જતો હોય છે. દરેક જગ્યા માટે આ દિવસ અને સમય જુદા જુદા હોય છે.

Tags:    

Similar News