ભરૂચ: મકર સંક્રાંતિ પર્વ પર ગાય માતાને ઘાસ તેમજ ઘૂઘરી ખવડાવી પુણ્યનું ભાથુ બાંધતા શ્રધ્ધાળુઓ

મકર સંક્રાંતિ પર્વ એટલે દાન પુણ્યનો પર્વ.. આજના દિવસે શ્રદ્ધાળુઓએ ગૌમાતાનું પૂજન કરી તેમને ઘાસ તેમજ ઘૂઘરી ખવડાવી હતી

Update: 2022-01-14 08:52 GMT

મકર સંક્રાંતિ પર્વ એટલે દાન પુણ્યનો પર્વ.. આજના દિવસે શ્રદ્ધાળુઓએ ગૌમાતાનું પૂજન કરી તેમને ઘાસ તેમજ ઘૂઘરી ખવડાવી હતી.

સૂર્ય દેવનું મકર રાશિમાં ભ્રમણ એટલે મકર સંક્રાંતિ.. આજના દિવસને દાન પુણ્ય સાથે પણ સાંકળવામાં આવે છે.. આજે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે ભક્તો ગૌ માતાનું પૂજન અર્ચન કરે છે અને તેઓને ધાન્ય અર્પણ કરે છે. ભરૂચ - અંકલેશ્વર ખાતે શ્રદ્ધાળુઓએ ગાય માતાની ઓઉજા કરી તેઓને ઘાસચારો તેમજ ઘૂઘરી ખવડાવ્યા હતા. સૂર્યના રાશિ બદલવાથી દર બે મહિનામાં ઋતુ બદલાય છે.

મકરસંક્રાંતિ એક ઋતુ પર્વ છે, જે હેમંત અને શીત ઋતુનો સંધિકાળ છે, એટલે હેમંત પૂર્ણ થયા પછી શીત ઋતુ શરૂ થાય છે, એટલે ઠંડીનું વાતાવરણ હોવાને કારણે આ દિવસે સૂર્યપૂજા, ખીચડી અને તલ-ગોળનું સેવન કરવાની પરંપરા છે, કેમ કે આ અનાજ શીત ઋતુમાં શરીર માટે ફાયદાકારક હોય છે, સાથે જ વાતાવરણને ધ્યાનમાં રાખીને આ પર્વમાં ગરમ કપડાંનું દાન પણ કરવામાં આવે છે.

Tags:    

Similar News