ભરૂચ: ટ્રાફિક બ્રિગેડના જવાનોએ હવે વરસાદમાં પલળવું નહીં પડે, 158 જવાનોને અપાયા રેઇનકોટ

ભરૂચ ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા 158 જવાનોને રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું

Update: 2022-07-31 10:13 GMT

ભરૂચ ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા 158 જવાનોને રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું

ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ રોટરી યૂથ સેન્ટર ખાતે ટ્રાફિક બ્રિગેડના જવાનોને રેઇનકોટના વિતરણનો કાર્યક્રમ ભરુચના ધારાસભ્ય તથા નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ,પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ,BTETના પ્રમુખ અનિષ પરીખ,રોટરી ક્લબના પ્રમુખ ડો.વિહંગ સુખડીયાની હાજરીમાં યોજાયો હતો જેમાં આમંત્રિતોના હસ્તે BTETના જવાનોને રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું .પોલીસ અધિક્ષક ડો લીના પાટીલે તેમના વક્તવ્યમા ટ્રાફીક બ્રીગેડના જવાનોની કામગીરીને બીરદાવી હતી તથા ઉપસ્થિત રોટરી ક્લબના સભ્યો અને ટ્રાફીક બ્રીગેડના જવાનોને ઇ.એફ.આઈ. આર.અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

ધારાસભ્ય દુષ્યંત પટેલે ટ્રાફીક બ્રીગેડના જવાનોને સરકારની વિવિધ આરોગ્યલક્ષી તથા અન્ય યોજનાઓનો લાભ લેવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

Tags:    

Similar News