ભરૂચ : નબીપુર તરફથી પાલનપુર જતી ટ્રકમાં અગમ્ય કારણોસર લાગી આગ, સામાન બળીને ખાખ

નબીપુર પાસે પાલનપુર જતી ટ્રકમા 3 વાર લાગી આગ હતી અને ટ્રકમાં ભરેલો સામાન સંપૂર્ણ બળીને ખાખ થઈ જવા પામ્યો હતો

Update: 2022-06-15 05:55 GMT

ભરૂચ જિલ્લાના નબીપુર પાસે પાલનપુર જતી ટ્રકમા 3 વાર લાગી આગ હતી અને ટ્રકમાં ભરેલો સામાન સંપૂર્ણ બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. જ્યારે ટ્રકચાલક અને ક્લિનરને ઇજા થતા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, મુંબઈથી પાલનપુર સામાન ભરીને એક ટ્રક જઇ રહી હતી, ત્યારે ને.હા.48 પર નબીપુર ઓવરબ્રિજ પાસે બ્રિજ ઉતરતા ટ્રકમાં કોઈ અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા ટ્રકના ચાલક અને ક્લીનર પોતાનો જીવ બચાવવા ટ્રકમાંથી કૂદી પડ્યા હતા. જેઓ ઇજાગ્રસ્ત થતાં બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ આગમાં ટ્રકમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

આ બનાવની જાણ નજીકના નબીપુર પોલીસ સ્ટેશનને થતા પોલીસ તુરંત ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ બનાવની જાણ ભરૂચ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગની ટીમ ફાયર ફાઈટરો સાથે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. બનાવની જાણ ભરૂચ મામલતદારને કરતા મામલતદાર રોશની પટેલ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ બનાવ અંગે નબીપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવથી ને.હા.48 પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે ફરી રાત્રીના 12 વાગ્યાના અરસામાં ટ્રક માં રહેલા પ્લાસ્ટિકમાં આગ ભભુકી ઉઠી હતી. જેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરને કરતા ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

Tags:    

Similar News