ભરૂચ : ચોરીના મુદ્દામાલ સાથે 2 શખ્સોને ઉમલ્લા પોલીસે ઝડપી લીધા…

ઇસમોની પુછપરછ દરમિયાન સદર મુદ્દામાલ બન્નએ ભેગા મળીને મોટાવાસણા ગામની સીમમાંથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.

Update: 2022-04-26 13:42 GMT

ભરૂચ જિલ્લામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી જિલ્લામાં વણશોધાયેલ વિવિધ ગુનાઓ શોધી કાઢવા જિલ્લાના વિવિધ પોલીસ મથકોને સુચના આપવામાં આવી છે. તે અંતર્ગત ઉમલ્લા પીએસઆઇ વી.આર.ઠુમ્મરે પોલીસ ટીમ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી હતી.

આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, ઉમલ્લા પોલીસ મથકમાં નોંધાયેલ 2 ગુના સંબંધી ચોરીમાં ગયેલ મુદ્દામાલ મહુવાડા ગામના 2 ઇસમોએ ચોરી કરીને પોતાના ઘરના વાડાના ભાગે સંતાડી રાખેલ હોવાની બાતમી મુજબના સ્થળે પોલીસે તપાસ કરતા બન્ને ઇસમો ઘરે હાજર મળી આવ્યા હતા. પોલીસને તપાસ દરમિયાન ઘરના પાછળના ભાગે 3 મીણીયા થેલા મળી આવ્યા હતા. આ થેલાઓમાં ઇલેક્ટ્રિક વાયરો, ડ્રિપ ઇરીગેશન સિસ્ટમના પીવીસી ફિલ્ટરો તથા વાયરોને સળગાવીને કાઢેલ કોપર તારનું ગુંચળુ મળી આવ્યા હતા.

આ ઇસમોની પુછપરછ દરમિયાન સદર મુદ્દામાલ બન્નએ ભેગા મળીને મોટાવાસણા ગામની સીમમાંથી ચોરેલ હોવાનું જણાવ્યું હતું. તેમજ અશા ગામની સીમમાંથી પાણીની મોટરના કેબલ વાયરો કાપી લાવીને વેચાણ કરવાના ઇરાદે સંતાડી રાખીને થોડાથોડા દિવસે કેબલ વાયરોને સળગાવીને કોપર એલ્યુમિનિયમના તાર કાઢી લઇને ઉમલ્લા ખાતે રહેતા રાજા સોલંકી નામના ઇસમને વેચાણ કરતા હતા. પોલીસે દિલીપ ઉર્ફે લાલો વસાવા તેમજ સુરેશ ઉર્ફે બજરંગી વસાવાને આ ગુનામાં સંડોવાયેલ મનાતા ઉમલ્લાના રાજા સોલંકી નામના ઇસમને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી. ઝડપાયેલ ઇસમોએ ઉમલ્લા તેમજ નર્મદા જિલ્લાના આમલેથા પોલીસ સ્ટેશનમાં નંધાયેલ ગુનાઓમાં સંડોવાયેલ હોવાની કબુલાત આપી હતી.

Tags:    

Similar News