ભરૂચ: વાગરા પોલીસે રૂ.6 લાખથી વધુની કિમતના ચોરીના મુદ્દામલ સાથે 6 આરોપીની કરી ધરપકડ

વાગરા પોલીસે પી.એસ.આઈ. આર એલ ખાટાણાની સૂચના મુજબ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ભેરસમ ગામ તરફથી વાગરા આવતી પીકઅપ જી.જે. ૨૩ વી ૩૮૦૬ ને અટકાવી હતી

Update: 2022-08-23 11:09 GMT

વાગરા પોલીસે પી.એસ.આઈ. આર એલ ખાટાણાની સૂચના મુજબ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ભેરસમ ગામ તરફથી વાગરા આવતી પીકઅપ જી.જે. ૨૩ વી ૩૮૦૬ ને અટકાવી હતી.તેમાં ભરેલી એમ.એસ.ની પાઇપો અંગે પૂછતાછ કરતા કોઈ આધાર પુરાવા રજુ કરેલ નહિ.આ અંગે વાગરા પોલીસે ઝડપાયેલ ઈસમો વિરુદ્ધ સી.આર.પી.સી ની કલમ ૪૧(૧)ડી મુજબ કાર્યવાહી કરી હતી.સી.આર.પી.સી ની કલમ ૧૦૨ મુજબ મુદ્દામાલ કબ્જે લીધો હતો.

મુદ્દામાલ અંગે વધુ પૂછપરછ કરતા સદર મુદ્દામાલ સાયખાં જીઆઈડીસીમાં આવેલ સિદ્ધાર્થ એન્જીનીયરિંગ કંપનીમાંથી ૩૧ એમ.એસની પાઇપો ચોરી કર્યાનું બહાર આવ્યુ હતુ.આ અંગે કંપનીના માલિકે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફેસલ ઇકબાલ પટેલ,હિફજુલ રહેમાન યાકુબ કોંગા બન્નેવ રહે આછોદ,તા.આમોદ,ઈશ્વર મનુ રાઠોડ,નિલેશ રમેશ વસાવા,અનીલ રમેશ રાઠોડ તેમજ જયેશ રતીલાલ વસાવા તમામ રહે ભેરસમ,તા.વાગરાનાઓ પાસેથી એમ.એસની પાઇપો અને પીક અપ સહિતનો છ લાખ થી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags:    

Similar News