ભરૂચ : અબુધાબીના મ્યુઝિયમમાં યુસુફ ગોરીની કલાકૃતિ કાયમ માટે સ્થાન પામી

ભરૂચમાં એરેબિબ કેલિગ્રાફીના કલાકાર યુસુફ ગોરીની કલાકૃતિ અબુધાબીના મ્યુઝિયમમાં કાયમ માટે સ્થાન પામી છે...

Update: 2022-01-11 11:46 GMT

ભરૂચમાં એરેબિબ કેલિગ્રાફીના કલાકાર યુસુફ ગોરીની કલાકૃતિ અબુધાબીના મ્યુઝિયમમાં કાયમ માટે સ્થાન પામી છે...

ભરૂચના યુસુફ ગોરી છેલ્લા 22 વર્ષ ઉપરાંતથી એરેબિક કેલિગ્રાફી સાથે સંકળાયેલાં છે. અબુધાબીના ખાવલા આર્ટ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશન સંચાલિત અરેબિક કેલિગ્રાફી મ્યુઝિયમમાં તેમની કૃતિ પસંદગી પામી છે. ડો. લમિશ અલ કૈશની રાહબરી હેઠળ વિશ્વમાંથી એરેબિક કેલીગ્રાફીનું આર્ટવર્ક શોધવામાં આવ્યું હતું જેમાં યુસુફ ગોરીની કૃતિ પસંદ કરવામાં આવી છે. કલાકાર યુસુફ ગોરીની વાત કરવામાં આવે તો તેઓ પુરાતન કેલિગ્રાફિ કળામાં નિપુણ છે. તેઓની કલાશૈલીમાં પ્રાચીન કેલિગ્રાફિની બેનમૂન ઝલકના દર્શન થાય છે. તેઓ તેમની હાથ બનાવટના કાગળનો ઉપયોગ કરે છે. અને જે રંગો ઉપયોગમાં લે છે તે હર્બલ રંગો હોય છે. કુદરતી રંગોથી કેલીગ્રાફિ કાર્ય કરવું એ મહેનત અને ધીરજ માંગી લે છે.

Tags:    

Similar News