ભરૂચ અને વાગરાના ધારાસભ્યોને કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવાયું,આદિવાસીઓના પ્રશ્નો બાબતે રજૂઆત

જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

Update: 2022-03-20 12:33 GMT

કોંગ્રેસ દ્વારા રાજ્ય વ્યાપી અભિયાનના ભાગરૂપે આગામી ૨૫મી માર્ચના રોજ આદિવાસીના પ્રશ્નોને વાચા આપવાની માંગ સાથે ભાજપના ધારાસભ્યોને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે.જે અંતર્ગત ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

જેમાં જણાવાયું છે કે હાલમા ચાલી રહેલ બજેટ સત્રમાં ગુજરાતમાં આદિવાસી સમાજની અસ્મિતા ટકાવી રાખવા માટે આદિવાસી સમાજના પ્રશ્નોને વાચા આપવા માટે અંબાજી થી ઉમરગામ સુધીના આદિવાસી સમાજની જળ ,જંગલ અને જમીનની સમસ્યાઓ , આદિવાસી સમાજના વિસ્થાપન અંગે ની સમસ્યાઓણે આગામી 25 મી માર્ચના રોજ બજેટ સત્ર દરમિયાન આદિજાતિ વિભાગની માંગણીઓના દિવસે આદિવાસી સમાજની સંસ્કૃતિ અને એના મૂલ્યોને જીવંત રાખવા માટે આદિવાસી સમાજનો આવાજ બનીને રજૂઆત કરવાની માંગણી કરવામાં આવી છે.સદર કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રણા,શહેર કોંગ્રેસ પ્રમુખ વિકી શોખી,પાલિકા સભ્ય સલીમ અમદાવાદી, સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

Tags:    

Similar News