ભરૂચ-અંકલેશ્વરમાં નવરાત્રી દરમ્યાન વરસાદની એન્ટ્રી, ગરબા આયોજકો અને ખેલૈયાઓ મૂંઝવણમાં

ભરૂચ અને અંકલેશ્વરમાં નવરાત્રી દરમ્યાન આજરોજ બપોરના સમયે વરસાદી ઝાપટા વરસ્યા હતા જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી..

Update: 2022-09-27 11:41 GMT

ભરૂચ અને અંકલેશ્વરમાં નવરાત્રી દરમ્યાન આજરોજ બપોરના સમયે વરસાદી ઝાપટા વરસ્યા હતા જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જો કે બીજા નોરતે જ વરસાદ વરસતા ગરબા આયોજકો અને ખેલૈયો મૂંઝવણમાં મુકાયા હતા.

જગત જનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીના પર્વનો પ્રારંભ થઈ ચૂક્યો છે જો કે આજરોજ બીજા નોરતે ભરૂચ અને અંકલેશ્વરમાં મેઘરાજાની પણ પધરામણી થઈ હતી. ભરૂચના શક્તિનાથ, કલેક્ટર કચેરી, સેવાશ્રમ અને પાંચબત્તી સહિતના વિસ્તારો તો અંકલેશ્વરમાં વાલિયા ચોકડી, ભડકોદ્રા અને કાપોદ્રા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસ્યા હતા. લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.આ તરફ ગરબા આયોજકો અને ખેલૈયાઓ મૂંઝવણમાં મુકાયા હતા. જો કે થોડા સમય બાદ વરસાદે વિરામ લીધો હતો

Tags:    

Similar News