ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુહાસ ડાભી જોડાયા ભાજપમાં, ખેસ પહેરાવી આવકાર અપાયો

સુહાસબહેન ડાભી ભરૂચની જાણીતી જે.પી.કોલેજના પ્રાધ્યાપિકા છે અને વર્ષોથી કોંગ્રેસમાં કાર્યરત હતા.

Update: 2022-08-01 12:26 GMT

ભરૂચ જીલ્લામાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. મહિલા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ સુહાસબહેન ડાભી આજરોજ ભાજપમાં જોડાયા હતા જેઓને જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ પક્ષમાં આવકાર આપ્યો હતો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભરૂચ જિલ્લા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા સુહાસબહેન ડાભી આજરોજ ભાજપમાં જોડાયા હતા. ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયાએ તેમને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર આપ્યો હતો. સુહાસબહેન ડાભી ભરૂચની જાણીતી જે.પી.કોલેજના પ્રાધ્યાપિકા છે અને વર્ષોથી કોંગ્રેસમાં કાર્યરત હતા.

આ ઉપરાંત તેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય પણ રહી ચૂક્યા છે. આજરોજ તેઓએ વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આ અંગે સુહાસબહેન ડાભીએ જણાવ્યુ હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ અને રાષ્ટ્રવાદના અભિગમથી પ્રેરાય તેઓએ ભાજપમાં પ્રવેશ કર્યો છે અને આગામી સમયમાં આ અભિગમના આગળ વધારવા માટે કાર્યરત રહેશે

ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ આ અંગે જણાવ્યુ હતું કે સુહાસબહેન ડાભી ઘણા વરીસ્ઠ છે અને વર્ષોથી કોંગ્રેસમાં કાર્યરત હતા જો કે વૈશ્વિક નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યપ્રાણાલીથી પ્રેરાય તેઓ ભાજપમાં જોડાયા છે અને આગળના દિવસોમાં તેઓ ભાજપની વિચારધારાને આગળ લઈ જશે

Tags:    

Similar News