ભરૂચ: 20 વર્ષ જુના વૃક્ષોને કાપી લાકડું સગેવગે કરાયું હોવાના આક્ષેપ,તંત્ર તપાસ કરે એવી માંગ

ક્ષનું છેદન કરનારાએ વન વિભાગ અથવા પંચાયતની કોઈ પણ પ્રકારની પરવાનગી પણ લીધા વગર જ વૃક્ષોનું નિકંદન કર્યું છે

Update: 2024-02-25 06:30 GMT

ભરૂચ તાલુકાનો બનાવ

20 વર્ષ જુના વૃક્ષનું નિકંદન

લાકડું સગેવગે કરાયુ હોવાના આક્ષેપ

કુવાદર ગામ નજીક 50 વૃક્ષ કાપી નાખવામાં આવ્યા

તંત્ર તપાસ કરે એવી માંગ

ભરૂચમાં વૃક્ષોના નિકંદનનો બનાવ સામે આવ્યો છે જેમાં 20 વર્ષ જુના અનેક વૃક્ષને કાપી લાકડુ સગેવગે કરવામાં આવ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ભરૂચ તાલુકાના કુવાદર ગામથી બોરી જવાના માર્ગ પર પંચાયતની જમીન પર 20 વર્ષ જુના અનેક ઘટાદાર વૃક્ષો આવેલા છે. આ જમીન પર ઉગેલા અંદાજીત 50 વૃક્ષોનું કોઈ વ્યક્તિ દ્વારા નિકંદન કાઢવામાં આવ્યું છે.

આ અંગે જાગૃત નાગરિક અશ્વિન પાટણવાડિયાએ ગામના સરપંચ અને તલાટીના મિલી ભગતથી આ કામગીરી થઈ હોવાના આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આશરે 50 જેટલા વૃક્ષો કપાઈ જતાં લગભગ 2800 મણ જેટલું લાકડું આશરે કિંમત રૂ.1,37,000 જેટલી થવા પામે છે, વૃક્ષનું છેદન કરનારાએ વન વિભાગ અથવા પંચાયતની કોઈ પણ પ્રકારની પરવાનગી પણ લીધા વગર જ વૃક્ષોનું નિકંદન કર્યું છે

Tags:    

Similar News