ભાવનગર : બિન અધિકૃત દબાણો દૂર કરી તંત્ર દ્વારા 7.48 કરોડથી વધુની જમીન ખુલ્લી કરાઈ

Update: 2020-09-11 10:06 GMT

ભાવનગર શહેરના કુલ 8 જેટલા ઇસમો દ્વારા કરવામાં આવેલ બિનઅધિકૃત દબાણોને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.

ભાવનગર શહેરના નારી, રૂવા, અધેવાડા, કુંભારવાડા તથા સિદસર વિસ્તારમાં વિવિધ બિનઅધિકૃત રીતે ઉભા કરાયેલા પશુના તબેલા, દુકાન, મકાન, વાણિજ્ય તથા તાર ફેન્સીગ દબાણો દૂર કરી તંત્ર દ્વારા અંદાજે 10,896 ચો.મી. જમીન પરના દબાણો અન્વયે ગુજરાત જમીન મહેસુલ અધિનિયમ 1879ની કલમ 61 તથા 202 હેઠળ કાર્યવાહી હાથ ધરી કુલ 8 જેટલા દબાણો દૂર કરી દબાણવાળી જમીન ખુલ્લી કરાવી જિલ્લા વહિવટી તંત્રે સદર જમીનનો સરકાર તરફે કબજો સંભાળ્યો હતો. જેમાં દબાણ દૂર કરી ખુલ્લી કરાયેલ જમીનની હાલની અંદાજિત બજાર કિંમત રૂપિયા 7,48,64,000 જેટલી થવા જઈ રહી છે.

Tags:    

Similar News