ભોજપુરી અભિનેત્રી અનુપમા પાઠકે દહિસર સ્થિત પોતાના આવાસ પર કરી આત્મહત્યા

Update: 2020-08-07 08:25 GMT

ભોજપુરી એક્ટ્રેસ અનુપમા પાઠકે દહિસર સ્થિત પોતાના આવાસ પર કથિત રીતે આત્મહત્યા કરી હતી. 40 વર્ષીય અભિનેત્રીએ કથિત રીતે બે ઓગસ્ટે આત્મહત્યા કરી હતી. પોતાના મોતના એક દિવસ પહેલા તે ફેસબુક પર લાઇવ કર્યું હતું , જ્યાં તેણીએ જણાવ્યું હતું કે, તેની સાથે છેતરપિંડી થઇ છે અને તે હવે કોઇના પર વિશ્વાસ કરી શકશે નહીં.

ફેસબુક લાઇવમાં કહ્યું હતું કે, જો તમે કોઇને તમારી સમસ્યા જણાવો છો તો તમે જીવ આપવા માટે વિચારી રહ્યા છો, કોઇ પણ વ્યક્તિ ભલે કેટલા તમારા સારા મિત્ર કેમ ન હોય, તે તમને દૂર રહેવા કહશે, જેથી તમારા મર્યા બાદ તે મુસિબતમાં ન પડે, અને તે તમારો બીજાની સામે અનાદર કે મજાક ન ઉડાવે. માટે ક્યારેય તમારી સમસ્યા કોઇની સાથે શેર ન કરો અને કોઇને પણ તમારા મિત્ર ન સમજો.

અભિનેત્રીએ કહ્યું કે, એવા વ્યક્તિ બનો જેના પર બધા વિશ્વાસ કરે, પરંતુ તમે કોઇના પર વિશ્વાસ ન કરો, મેં આ મારા જીવનમાં શીખ્યું છે. લોકો ખૂબ જ મતલબી હોય છે.

ભોજપુરી ફિલ્મ અને ટેલીવિઝન અભિનેત્રી અનુપમા બિહારના પૂર્ણિયા જિલ્લામાંથી છે અને કામ કરવા માટે તે મુંબઇમાં રહેતી હતી.

પોલીસે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર ઘટનાસ્થળે એક સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં અભિનેત્રીએ મલાડમાં વિઝડમ પ્રોડ્યુસર નામની કંપનીમાં 10,000 રુપિયાના રોકાણની વાત કરી છે. પૈસા પરત આપવાની અંતિમ તારીખ ડિસેમ્બર 2019 હતી, પરંતુ હજૂ સુધી તેને પૈસા પરત મળ્યા નથી.

અભિનેત્રીએ કથિત રીતે મનીષ ઝા નામના એક વ્યક્તિ પર આરોપ લગાવ્યો છે કે, તે લૉકડાઉન દરમિયાન તેનું વાહન પોતાના ગૃહનગર લઇ ગયો, જેને હજૂ સુધી પરત આપ્યું નથી.

Similar News