વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવતીકાલે 70મો જન્મદિવસ, ઉજવણી માટે ભાજપે શરૂ કરી ખાસ તૈયારીઓ

Update: 2020-09-16 06:33 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો જન્મદિવસ સાદગીથી માનવે છે. પ્રધાનમંત્રી બન્યા પછી નરેન્દ્ર મોદીએ પોતાના પક્ષ ભાજપ અને કેબિનેટના સહયોગીઓને સંદેશ આપ્યો છે કે 17 સપ્ટેમ્બરના રોજ તેમના જન્મદિવસ પર કોઈપણ પ્રકારની ઉજવણી કરવામાં નહીં આવે.

જેના કારણે પાર્ટી દ્વારા નિર્ણય લેવાયો કે પી.એમ. મોદીના જન્મદિવસને 'સેવા દિવસ' તરીકે મનાવવામાં આવે. આ વર્ષે પણ ભાજપ દ્વારા સપ્ટેમ્બરની 14 થી 20 તારીખને સેવા અઠવાડિયા તરીકે મનાવામાં આવી રહ્યો છે. દેશના દરેક રાજ્યમાં એક વર્ચ્યુઅલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. 17 સપ્ટેમ્બરના રોજ પી.એમ. મોદીના 70માં જન્મદિવસ પર બધા કાર્યકર્તાઓ પોત-પોતાના ક્ષેત્રોમાં અલગ-અલગ કાર્યક્રમ કરાવશે.

સેવા સપ્તાહ હેઠળ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ બધા સંગઠનાત્મક એકમો તેમજ કાર્યકર્તાઓને ગરીબ કલ્યાણ, પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા અભિયાન સંબંધિત સેવા ગતિવિધિઓને આયોજિત કરવાનો નિર્દેશ કર્યો છે. પી.એમ. મોદીનો 70મો જન્મદિવસ છે તો પાર્ટીના કાર્યકર્તાઓ માટે 70 કામ પણ રાખવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને કૃતત્વ પર દેશભરમાં 70 વેબિનારનું આયોજન કરવામાં આવશે. દરેક જિલ્લાની મુખ્ય ઓફિસ પર 70 સાર્વજનિક સ્થાનો પર સ્વચ્છતાનું કામ કરવામાં આવશે. દરેક જિલ્લામાં 70 ગામોમાં સ્વચ્છતા અભિયાન ચલાવામાં આવે અને એક વખત કામ લેવામાં આવતા પ્લાસ્ટિકથી મુક્તિનો સંકલ્પ કરવામાં આવે. બધા બુથો પર 70 વૃક્ષારોપાણ કરવામાં આવે અને પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ લેવામાં આવે. ભાજપના યુવા મોરચા મોટા રાજ્યોમાં 70 સ્થાનો પર રક્તદાન શિબિરનું આયોજન કરે અને નાના રાજ્યોમાં દરેક જિલ્લામાં આ આયોજિત થાય. દરેક જિલ્લામાં 70 ગરીબ ઝુપડીઓમાં અને હોસ્પિટલોમાં કોરોના માટે દિશા નિર્દેશોનું પાલન કરતા ફળનું વિતરણ કરવામાં આવે. દરેક મંડળમાં 70 દિવ્યાંગોને અલગ-અલગ કૃત્રિમ અંગ અને ઉપકરણનું વિતરણ કરાય.  25 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી આત્મનિર્ભર ભારત સપ્તાહ મનવામાં આવશે. 

Tags:    

Similar News