ઓઈલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો આજે કેટલા રહ્યા ભાવ

Update: 2022-05-18 04:47 GMT

આજે પણ ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં એક લિટર પેટ્રોલ 105.41 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે જ્યારે ડીઝલ 96.67 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 120.51 રૂપિયા અને ડીઝલની કિંમત 104.77 રૂપિયા પ્રતિ લીટર છે. સરકારના રાજકીય વિરોધીઓએ આરોપ લગાવ્યો હતો કે મોદી સરકારે પાંચ રાજ્યોમાં ચૂંટણીને કારણે તેલ કંપનીઓને ભાવ વધારવાથી રોકી હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 112 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા બાદ ઓઈલ કંપનીઓએ રવિવારે ડીઝલના મોટા ખરીદદારો માટે 25 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. ઓઈલ ડીલર્સનું કહેવું છે કે છૂટક કિંમતમાં ધીમે ધીમે વધારો કરવામાં આવશે. જણાવી દઈએ કે, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાની ઉપર ચાલી રહી છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ સૌથી વધુ છે.

Tags:    

Similar News