એટીએમ કાર્ડ વગર મળશે પૈસા, આરબીઆઇની મોટી જાહેરાત, જાણો વધુ

એટીએમમાં પૈસા ઉપાડવા જાય અને જો એટીએમ જ ઘરે ભૂલી ગયા હોવ તો ? ઘરેથી નીકળતી વખતે કોઇ ઇમરજન્સીમાં પૈસા ઉપાડવાના થાય પરંતુ જો એટીએમ કાર્ડ જ ન હોય તો ?

Update: 2022-04-08 09:57 GMT

એટીએમમાં પૈસા ઉપાડવા જાય અને જો એટીએમ જ ઘરે ભૂલી ગયા હોવ તો ? ઘરેથી નીકળતી વખતે કોઇ ઇમરજન્સીમાં પૈસા ઉપાડવાના થાય પરંતુ જો એટીએમ કાર્ડ જ ન હોય તો ? આવા સમયે આપણે મુશ્કેલીમાં મુકાઈ જઇએ છીએ પરંતુ હવે એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે કાર્ડની જરૂર નહી પડે તેમ RBIના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યુ છે.

મહત્વનું છે કે અત્યાર સુધી આ સુવિધા કેટલી બેંકમાં જ હતી પરંતુ હવે તમામ બેંકો માં ઉપલબ્ધ હશે RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે હવે તમામ બેંકમાં ડેબિટ કાર્ડ વગર ATM માંથી પૈસા ઉપાડવાની સુવિધા આપવામાં આવશે. અત્યાર સુધી માત્ર કેટલીક બેંકો માં કાર્ડ વગર એટીએમમાંથી પૈસા ઉપાડવાની સુવિધા હતી. તેમણે કહ્યું કે UPI દ્વારા ATMમાંથી પૈસા ઉપાડી શકાય છે.RBI ગવર્નર શક્તિકાંત દાસ ના જણાવ્યા અનુસાર, આ પગલાથી કાર્ડનું ક્લોન કરીને પૈસા ઉપાડવાની છેતરપિંડી પણ ઓછી થશે. તમને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે મોનેટરી પોલિસી ની જાહેરાત કરી હતી.આમ હવે દેશના નાગરિકો માટે આ મોટા સમાચાર છે જે ભવિષ્ય માં મદદરૂપ બનશે. 

Tags:    

Similar News