કોરોનાઇફેક્ટ : “પોલીસે ગાયું ગીત”, કોરોના મહામારીના પગલે લોકોને સતર્ક રહેવા અનોખો પ્રયાસ

Update: 2020-03-28 11:53 GMT

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કારણે હાહાકાર મચ્યો છે, ત્યારે ભારતભરમાં 21 દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ જીવન જરૂરિયાતની ચીજવસ્તુ લેવા માટે લોકો ઘરની બહાર નીકળે છે, ત્યારે પોલીસ દ્વારા લોકોને પ્યાર અને વારથી એમ બન્ને રીતે સમજાવમાં આવી રહ્યું છે.

સમગ્ર ભારતમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવા છતા લોકો ઘરની બહાર નીકળતા હોય છે, ત્યારે કેટલાક સ્થળોએ પોલીસ દ્વારા લોકોને પ્રેમથી સમજાવવામાં આવે છે, તો કેટલાક સ્થળોએ લાઠીચાર્જ પણ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ બધાથી હટકે હવે પોલીસે કઈક નવું કર્યું છે, ત્યારે પોલીસ જવાને માઇક પર ગીત ગાઈને લોકોને સતર્ક રહેવા માટે અનોખી પહેલ અપનાવી છે. “જિંદગી મોત ના બન જાયે, સંભાલો યારો” ગીતના બોલ ખરેખર આજના સમયમાં સાર્થક સાબિત થઈ રહ્યા છે, ત્યારે પોલીસ જવાને આ ગીત ગાઈ લોકોને સાવચેત રહેવા ખાસ અપીલ કરી છે.

હાલ તો આ વાયરલ થયેલો વિડિયો ક્યાં રાજ્યનો છે તે જાણી શકાયું નથી. પરંતુ પોલીસની બિરદાવવા લાયક કામગીરી સોશિયલ મીડિયામાં ખૂબ ધૂમ મચાવી રહી છે.

Similar News