દાહોદ: તસ્કરોએ ચોરી માટે APMCના ડિરેક્ટરની ઓફિસમાં સુરંગ બનાવી અંદર પ્રવેશ્યા, જુઓ ચોરીની ઘટનાના CCTV

Update: 2021-02-17 12:35 GMT

દાહોદ એપીએમસી માર્કેટમાં ડિરેક્ટરની ઓફિસને તસ્કરોએ નિશાન બનાવી લેપટોપ તેમજ રોકડ રકમની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

દાહોદમાં રાત્રીના સમયે બેફામ બનેલા તસ્કરોએ એપીએમસી માર્કેટની બે ઓફિસોને નિશાન બનાવી હતી. જેમાં તસ્કરોએ રાત્રીના સમયે એપીએમસીના પાછળના ભાગેથી દીવાલ નીચે સુરંગ બનાવી અંદર પ્રવેશ્યા હતા અને ડિરેક્ટરની ઓફિસને તેમજ તેની બાજુમાં આવેલી ઓફિસને નિશાન બનાવી અંદરથી રોકડા રૂપિયા 50હજાર તેમજ ત્રણ લેપટોપ અને બે ડેસ્કબોર્ડની ચોરી કરી હતી તેમજ તેમની બાજુમાં આવેલી ઓફિસના પણ તાળા તોડી અંદર પ્રવેશી એ ઓફિસમાંથી 2 લેપટોપની ઉઠાંતરી કરી ફરાર થયા હતા.ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બનાવની જાણ થતાં જ દાહોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજની મદદથી તસ્કરોનું પગેરું મેળવવા કવાયત શરૂ કરી છે.

Tags:    

Similar News