દાહોદઃ મિલ માલિક ઉપર ફાયરિંગ કરનાર દલાલની શંકાસ્પદ હાલતમાં મળી લાશ

Update: 2018-09-16 11:34 GMT

ગઈકાલે દાળ મિલનાં માલિક ઉપર ફાયરિંગ કરીને દલાલ ફરાર થઈ ગયો હતો

દાહોદમાં ગત રોજ દાળ મિલનાં માલિક ઉપર ફાયરિંગ કરી એક આરોપી ફરાર થઈ ગયો હતો. આ ફાયરિંગની ઘટના સીસીટીવામાં પણ કેદ થઈ ગઈ હતી. તો મિલ માલિક ઉપર ફાયરિંગ કરનાર આરોપીની પણ આજરોજ ગોળી મારેલી હાલતમાં શંકાસ્પદ રીતે લાશ મળી આવી છે. પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તેની લાશનો કબજો લઈને આગળની તપાસ હાથ ધરી છે. હાલ તો આ મુદ્દો દાહોદમાં ટોક ઓફ ધી ટાઉન બની ગયો છે.

દાહોદ શહેર નજીક આવેલ દેલસર ગામે ગત રોજ અરિહંત દાળ મિલના માલિક પ્રસંદચંદ જૈન ફોન ઉપર વાત કરી રહયા હતા. તેવામાં આરોપી ભુપેન્દ્ર દલાલ દ્વારા પોતાના ખિસ્સામાંથી રીવોલવર કાઢીને મીલ માલીકના પેટના ભાગે ગોળી મારતાં જ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેવામાં મીલ માલીકના બચાવ માટે તેમના મીલના મજુરો દોડીને આવ્યા હતા. ત્યારે આરોપી દ્રારા પિસ્તોલ દેખાડતા તેઓ પણ ગભરાઈને ભાગ્યા હતા. શ્રમિકો દ્વારા આરોપી ઉપર લોખંડની સુપડી મારવામાં આવતાં બાદમાં આરોપી દ્રારા પોતાની મોટર સાઈકલ લઈને ભાગવા જતા બહારની ભાગેથી દોડી આવતા અન્ય લોકો પણ આરોપીને પકડવા દોડ્યા હતા. જોકરે આરોપી ફરાર થવામાં સફળ રહ્યો હતો.

આજરોજ આરોપી ભુપેન્દ્ર દલાલનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં દાહોદના મંડાવ રોડ પર આવેલા પડવાલ વુમન્સ હોસ્પિટલની સામેના ખુલ્લા પ્લોટમાંથી મળી આવ્યો છે. ગોળી મારેલી હાલતમાં તેની લાશ મળી આવતાં આ કેસ દાહોદની જનતામાં ચર્ચાનો વિષય બન્યો છે.

ગતરોજ પોલીસ જ્યારે આરોપીને પકડવા તેના ઘરે ગઈ તો ઘરેથી તપાસમાં મેડિસિન મળી આવેલ છે. જે મેડિસિન ડિપ્રેશન માટે માટે જ લેવામાં આવતી હોય છે. વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે, મરણ જનાર આરોપી ભુપેન્દ્ર દલાલ મરણ જનાર આરોપી ભુપેન્દ્ર દલાલ દલાલ ડિપ્રેશનના શિકાર હતા અને અને હતા અને અને પરિવારજનોના નિવેદન લેવામાં આવેલ છે. ઉધોગપતિ ઉપર ફાયરિંગના ગુનાનો આરોપી ભુપેદ્ર દલાલની લાશ મળતા લોકોમાં હાલ આરોપીના મોત સંદર્ભે અનેક શંકાઓ ઉપજી રહી છે.

Similar News