દિલ્લી: કોરોના રસીકરણ બાદ આડઅસરના 51 કેસો આવ્યા સામે, જાણો વધુ

Update: 2021-01-17 07:59 GMT

16 જાન્યુયારીથી કોરોના વેકસીનેશનની શરૂઆત થઈ છે. આ અભિયાન હેઠળ પ્રથમ દિવસે 1,65,714 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જ્યારે દિલ્લીમાં કોરોના વેક્સિન આપ્યા બાદ 51 કેસ આડઅસરના સામે આવ્યા છે. તો એક વ્યક્તિને હોસ્પીટલમાં એડમીટ કરવામાં આવ્યો. દિલ્લીમાં વેક્સિનેશન અભિયાનના પહેલા દિવસે 4319 સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સિન આપવામાં આવી હતી.

વેક્સિનની સામાન્ય સાઈડ ઈફેક્ટની સાથે સાઉથ દિલ્હી અને સાઉથ વેસ્ટ દિલ્હીમાં સૌથી વધારે પરિણામો જોવા મળ્યા છે. બંને વિસ્તારોમાં 11 કેસ આવ્યા છે. એનડીએમસીના આધારે ચરક નગરપાલિકા હોસ્પિટલના 2 સ્વાસ્થ્યકર્મીઓને વેક્સિન આપ્યા બાદ સામાન્ય સાઈડ ઇફેક્ટ જોવા મળી હતી. આ બંનેને છાતીમાં દુઃખાવવાની ફરિયાદ હચી. બંનેને ટીમની નજર હેઠળ રખાયા. સામાન્ય સ્થિતિ બાદ તેમને રજા આપવામાં આવી તો અન્ય 11ને ગભરામણની ફરિયાદ સાથે કુલ 51 કેસ દિલ્હીમાં મળ્યા. એક વ્યક્તિને એડમિટ પણ કરાયો હતો. મોટા ભાગના લોકોમાં ગભરામણ થવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. 

Tags:    

Similar News