દિલ્લી: AAP કાર્યકર્તાનું અલ્કા લાંબા સાથે અભદ્ર વર્તન, કોંગ્રેસના ઉમેદવારે ઉગામ્યો હાથ

Update: 2020-02-08 13:04 GMT

દિલ્હી વિધાનસભાની

70 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે ચાંદની ચોકથી કોંગ્રેસના મહિલા ઉમેદવાર

અલ્કા લાંબા સાથે મજનુ કા ટીલા મતદાન મથક પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ અભદ્ર

વર્તન કરતાં ઘર્ષણ સર્જાયું હતું.

 દિલ્હી વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર અલકા લાંબા અને આમ

આદમી પાર્ટી (આપ) ના કાર્યકર વચ્ચે મજનુ કા ટીલા સ્થિત મતદાન મથક પર ઘર્ષણ થયું

હતું. મત આપનાર કેન્દ્ર પર મતદાન એજન્ટ તરીકે આપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

મતદાન મથકની બહાર ઊભેલી અલકા લાંબા કોઈની સાથે વાત કરી રહી હતી.,ત્યારે એક વ્યક્તિ

તેને વારંવાર પૂછતો હતો કે “22 વર્ષનો છોકરો કોનો

છે એ તો બતાવી દો  એક વાર'. આ વાતથી ગુસ્સે

ભરાયેલાચાંદની ચોકથી કોંગ્રેસના ઉમેદવારઅલકા લાંબાએ યુવકને

થપ્પડ મારવાનો પ્રયત્ન કર્યો હતો.  જોકે તે વ્યક્તિ

પાછો હટી જતાં થપ્પડથી બચી ગયો હતો. ત્યાર બાદ વાતાવરણ તંગ બન્યું હતું અને પોલીસે

દખલ કરવી પડી હતી.

આ દરમિયાનઉપસ્થિત આમ આદમી

પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ભારે ચકચાર મચી ગઈ હતી. જોકે પોલીસે આ મામલે

તપાસ શરૂ કરી છે. પાર્ટીના નેતા સંજયસિંહે હુમલાની ઘટનાની શિકાયત ચૂંટણી પંચને

કરવા જણાવ્યું છે. મહત્વનું છે કેદિલ્હીની 70 વિધાનસભા બેઠકોની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. દિલ્હી વિધાનસભાની

ચૂંટણીમાં આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય જંગ ખેલાઈ રહ્યો છે. સમગ્ર 70 બેઠકો

માટે ચૂંટણીના પરિણામો 11 ફેબ્રુઆરીએ જાહેર થશે.

Tags:    

Similar News