દિલ્હી: RBIની ક્રેડિટ પોલીસી જાહેર, વ્યાજદરમાં કોઇ ફેરફાર નહીં,વાંચો વધુ

Update: 2021-02-05 05:37 GMT

RBI દ્વારા આજે ક્રેડિટ પોલીસીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આ વખતે પણ વ્યાજદરમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આમ બજેટ પછી આશા લગાવીને બેઠેલા મીડિલ ક્લાસના લોકોના હાથમાં ફરી એકવાર નિરાશા લાગી છે.

RBIના ગર્વનર શક્તિકાંત દાસે શુક્રવારના રોજ પત્રકાર પરિષદમાં ક્રેડિટ પોલીસીનું એલાન કર્યું છે. આરબીઆઇએ વ્યાજદરમાં કોઇ ફેરફાર કર્યો નથી. તેનો મતલબ રેપો રેટ હજી પણ 4 ટકા અને રિવર્સ રેપોરેટ 3.35 ટકા પર જ રહેશે.ઉલ્લેખનીય છે કે RBIની નજર નાણાંકીય ખોટને ઓછી કરવા પર છે. આ જ કારણ છે કે નિષ્માંતોએ આ વાતની અટકળો લગાવી રહ્યા હતા કે વ્યાજ દરમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે 2021-22માં રજૂ થયા પછી પહેલી વખત રિઝર્વ બેંકે ક્રેડિટ પોલીસીની સમીક્ષા કરી છે.

RBI ગર્વનરે કહ્યું કે ધીરે-ધીરે ઘરોના વેચાણમાં સુધાર થયો છે, આ સાથે જ હવે લોકોના ખર્ચ કરવાની ક્ષમતા એકવાર ફરી રિકવર થઇ રહી છે. હાલમાં જ બજેટ રજૂ કરાયું છે તેમાં રોકાણની સ્થિતિ સુધારવાની આશા છે.રિઝર્વ બેંકનો રેપો રેટ 4 ટકા છે, જે ઐતિહાસિક રીતે ઓછો છે. આ પહેલા અંતિમ સમયે 22 મે 2020ના રોજ બદલવામાં આવી હતી. કોરોના વાયરસના કારણે આ ફેરફાર MPC બેઠક વગર જ કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી 2020થી અત્યાર સુધી RBIએ રેપો રેટમાં કુલ 1.15 ટકાનો ઘટાડો ક્યો છે.

Tags:    

Similar News