અમદાવાદ :પતિની રાહ જોતી મહિલાના અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મ,પોલીસે 3 આરોપીની કરી ધરપકડ

માહિતી પ્રમાણે, આરોપીઓએ બે મહિના પહેલા મોડી રાતે પતિ ની રાહ જોતી મહિલાને રિક્ષામાં ખેંચી જઈને બળજબરીપૂર્વક ગેંગરેપ કર્યો હતો.

Update: 2022-10-07 06:44 GMT

રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં મહિલાઓની સુરક્ષાને લઈને સવાલ ઉભા થયા છે. શહેરના સરખેજ વિસ્તારમાં પતિની રાહ જોતી મહિલાનું ત્રણ શખ્સોએ અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. તેટલું જ નહીં, ત્રણેય વ્યક્તિ વારાફરતી દુષ્કર્મ આચર્યાનો વીડિયો પણ ઉતાર્યો હતો. ત્યારબાદ વારંવાર મહિલા ને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા હતા

માહિતી પ્રમાણે, આરોપીઓએ બે મહિના પહેલા મોડી રાતે પતિ ની રાહ જોતી મહિલાને રિક્ષામાં ખેંચી જઈને બળજબરીપૂર્વક ગેંગરેપ કર્યો હતો. ત્યારે આરોપીઓએ 34 વર્ષીય મહિલાનો વીડિયો પણ ઉતાર્યો હતો. વારંવાર આરોપી મહિલા ને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા હતા. આ ઉપરાંત આરોપીઓ મહિલાના પતિને ઓળખતા હતા તેથી તેના પતિને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપી રહ્યા હતા. ત્યારે બે મહિના પછી મહિલા એ પતિને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારે પતિએ આખરે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. અત્યાર સુધીમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. હવે પોલીસે આ ઘટનાના પુરાવા એકત્રિત કરવા માટે તપાસ હાથ ધરી છે અને આરોપી અને ફરિયાદી મહિલાનું મેડિકલ પરીક્ષણ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે 

Tags:    

Similar News