અમરેલી : ડેડાણમાં બાબા હજરત મસ્તાન દરગાહના ઉર્ષ શરીફની શાનોસોકત સાથે ઉજવણી કરાય

સરકાર સૈયદ વસીમ બાપુના નિવાસ સ્થાનેથી શાનદાર સંદલ શરીફનું જુલુસ મેઈન બજારથી પસાર થઈને દરગાહ શરીફ પહોંચ્યું હતું.

Update: 2022-03-05 08:20 GMT

અમરેલી જિલ્લાના ખાભાના નાગેશ્રી સ્ટેટ હાઇવે પર ડેડાણ ગામમાં પ્રેવેશતા હજરત મસ્તાન બાબાની દરગાહ શરીફ આવેલ છે. હિન્દુ-મુસ્લિમ સમાજના દરેક લોકોને હજરત મસ્તાન બાબા પ્રત્યે અનોખી આસ્થા સાથે જોડાયેલા છે. હજરત મસ્તાન બાબાની દરગાહના ઉર્ષ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

સરકાર સૈયદ વસીમ બાપુના નિવાસ સ્થાનેથી શાનદાર સંદલ શરીફનું જુલુસ મેઈન બજારથી પસાર થઈને દરગાહ શરીફ પહોંચ્યું હતું. દરગાહ શરીફ પર મોટી સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ડેડાણ રાજવી પરિવાર, પાટીદાર સમાજ, સુન્ની મુસ્લિમ સમાજ સહિત દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દરગાહ કમિટી દ્વારા ન્યાજ (પ્રસાદી)ની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાત્રે ઈશાની નમાજ બાદ નાત શરીફનો જોરદાર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સૈયદ માહીન અલી કાદરી અને સોહીલ સુમરા દ્વારા જીકરે મોલા અલી સાથે દરેક લોકો જુમી ઉઠ્યા હતા.

Tags:    

Similar News