અંકલેશ્વર: GIDCમાં આવેલ કોહીનુર સોસાયટીમાં ગણેશ ઉત્સવનું આયોજન,શ્રીજીની પ્રતિમાની કરાય સ્થાપના

આજરોજ ગણેશ ચતુર્થી નિમિત્તે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. 10 દિવસ સુધી વિઘ્નહર્તા ભક્તોનું આતિથ્ય માણશે.

Update: 2022-08-31 12:04 GMT

દુંદાળાદેવની આરાધનાના પર્વ ગણેશ ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે ત્યારે ઠેર ઠેર શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં પશુપતિનાથ મહાદેવ મંદિર નજીક આવેલ કોહિનૂર કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં પણ ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ ગણેશ ચતુર્થી નિમિત્તે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. 10 દિવસ સુધી વિઘ્નહર્તા ભક્તોનું આતિથ્ય માણશે. આ પ્રસંગે રજનીશ બારિયા,વિપુલ ભાનુશાળી,દિનેશ સાવલિયા,નૈમિશ સાવલિયા,બીપિન દૂધાત,નવીન ભાનુશાળી,અશોક ચોવટીયા અને સંજય ભાઈ સહિતના સોસાયટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા 

Delete Edit


Tags:    

Similar News