મોક્ષદા એકાદશી અને ગીતા જયંતીનો શુભ સંયોગ,જાણો શુ છે તેનું મહત્વ

માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશીને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષે મોક્ષદા એકાદશી 3 અને 4 ડિસેમ્બરે ઉજવવામાં આવી.

Update: 2022-12-04 11:53 GMT

માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશીને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષે મોક્ષદા એકાદશી 3 અને 4 ડિસેમ્બરે ઉજવવામાં આવી.પરંતુ 4 તારીખના ઉપવાસ અને પૂજા કરવી યોગ્ય રહેશે. મહાભારત, નારદ અને ભવિષ્ય પુરાણમાં એવું વર્ણન જોવા મળે છે કે મોક્ષદા એકાદશીનું વ્રત અને ઉપાસ કરવાથી જાણ્યે-અજાણ્યે કરેલા પાપોનો અંત આવે છે. તેની સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આ પવિત્ર એકાદશીનું વ્રત 3 કે 4 ડિસેમ્બર એમ 2 દિવસ ઉજ્વવામાં આવી રહ્યું છે।

માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ 3જી ડિસેમ્બર, શનિવારના રોજ સૂર્યોદય પછી એટલે કે સવારે 8.10 વાગ્યાની આસપાસ શરૂ થશે. ત્યારબાદ બીજા દિવસે એટલે કે 4 ડિસેમ્બરે રવિવારે સૂર્યોદય પછી લગભગ 7.30 થી 8 મિનિટ સુધી રહેશે.જ્યારે એકાદશી તિથિ સૂર્યોદય સમયે બે દિવસ રહે છે, તો બીજા દિવસે આ વ્રત-પૂજા અને સ્નાન-દાન કરવું જોઈએ.

એવી પૌરાણિક માન્યતા છે કે માગશર મહિનાના શુક્લ પક્ષની મોક્ષદા એકાદશીનું વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે અને પિતૃઓને પણ મોક્ષ મળે છે. એટલા માટે આ વ્રતને મોક્ષ આપનાર માનવામાં આવે છે. આ વ્રત કરવાથી જે પુણ્ય મળે છે તે વાજપેયી યજ્ઞ કરવા બરાબર છે.

જ્યારે દ્વાપર યુગમાં મહાભારત ચાલી રહ્યું હતું. ત્યારબાદ યુદ્ધ સમયે અર્જુનને ગીતાનો ઉપદેશ આપવામાં આવ્યો હતો, તે દિવસે માગશર માસના શુક્લ પક્ષની એકાદશી હતી, તેથી આ વ્રતનું મહત્વ વધુ વધી જાય છે. આ દિવસે પ્રથમ વખત ભગવાનના મુખમાંથી ગીતાનું જ્ઞાન બહાર આવ્યું. તેથી જ તેને ગીતા જયંતી પણ કહેવામાં આવે છે. 

Tags:    

Similar News