બનાસકાંઠા : અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં આવતા માઈભક્તો માટે તંત્ર દ્વારા કરાય સુચારુ વ્યવસ્થા...

"જય અંબે.... જય અંબે..... બોલ માડી અંબે.."ના જયઘોષ સાથે અંબાજી ઉમટી રહ્યા છે. તો બીજી તરફ, લાખો માઇભક્તોની સેવા અને સુવિધાઓ માટે બનાસકાંઠા જિલ્લા પ્રશાસને સુચારુ વ્યવસ્થા કરી છે

Update: 2023-09-26 07:32 GMT

બનાસકાંઠા જિલ્લા પ્રશાસન, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં આવતા માઈભક્તો માટે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ સર્જાયો છે. માઁ જગદંબાના ચરણોમાં શીશ નમાવી પાવન થવા લાખો પદયાત્રિકો દિવસ, રાત "જય અંબે.... જય અંબે..... બોલ માડી અંબે.."ના જયઘોષ સાથે અંબાજી ઉમટી રહ્યા છે. તો બીજી તરફ, લાખો માઇભક્તોની સેવા અને સુવિધાઓ માટે બનાસકાંઠા જિલ્લા પ્રશાસન, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે.

Tags:    

Similar News