ભરૂચ અંકલેશ્વરમાં ભાલચંદ્રને ભાવભીની વિદાય, કુત્રિમ કુંડમાં સર્જનહારનું કરાયું "વિસર્જન"

ભરૂચ અને અંકલેશ્વર મળી કુલ 8 કુત્રિમ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં શ્રીજીની પ્રતિમાઓ વિસર્જિત કરવામાં આવી હતી.

Update: 2022-09-09 09:18 GMT

આજરોજ અનંત ચૌદશ નિમિત્તે ભરૂચ અને અંકલેશ્વરમાં ઉત્સાહભેર દુંદાળાદેવને વિદાય આપવામાં આવી હતી. નર્મદા નદીમાં પ્રતિમાઓના વિસર્જન માટે પ્રતિબંધ હોવાના કારણે કુત્રિમ કુંડમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું

પ્રથમ પૂજાતા દેવ એવા શ્રી ગણેશની ભકતો દ્વારા દશ દિવસ સુધી આરાધના કરવામાં આવી હતી. ભરૂચ અને અંકલેશ્વરમાં ઠેર ઠેર શ્રીજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું ત્યારે આજરોજ અનંત ચૌદશ નિમિત્તે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિવિધ ગણેશ મંડળો દ્વારા ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. નર્મદા નદીમાં થતું પ્રદૂષણ અટકાવવા તેમજ વિસર્જન સમયે ડૂબી જવાના બનાવો ન બને એ માટે તંત્ર દ્વાર આ વર્ષે નર્મદા નદીમાં પ્રતિમાના વિસર્જન માટે પ્રતિબંધ ફરમાવ્યો હતો

જેના પગલે કુત્રિમ કુંડમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા ભરૂચ અને અંકલેશ્વર મળી કુલ 8 કુત્રિમ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં શ્રીજીની પ્રતિમાઓ વિસર્જિત કરવામાં આવી હતી. આવતા વર્ષે જલ્દી આવવાનું વચન લઈ ભક્તોએ બાપ્પાને ભાવભીની વિદાય આપી હતી

ભરૂચ જીલ્લામાં ગણેશ વિસર્જન દરમ્યાન કોઈ અનીરછનીય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 1700થી વધુ પોલીસ જવાનો ખડેપગે તૈનાત રહ્યા હતા અને સુરક્ષા વ્યવસ્થા કરી હતી. વિસર્જન યાત્રા દરમ્યાન વિડીયો કેમેરાની મદદથી નજર રાખવામા આવી હતી   

Tags:    

Similar News