સોમનાથ તીર્થના શ્રીરામ મંદિરના લાઈવ દર્શન હવે વિશ્વભરના શ્રદ્ધાળુઓ કરી શકશે,મોરારી બાપુએ કર્યું ઉદ્ઘાટન

સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર સોમનાથ ધામમાં શ્રીરામ મંદિરના લાઈવ દર્શન હવે વિશ્વભરના શ્રદ્ધાળુઓ કરી શકશે.

Update: 2023-02-19 10:59 GMT

સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર સોમનાથ ધામમાં શ્રીરામ મંદિરના લાઈવ દર્શન હવે વિશ્વભરના શ્રદ્ધાળુઓ કરી શકશે. આ સેવાનું લોકાર્પણ પ્રસિદ્ધ રામકથાકાર મોરારી બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું

Full View

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં સ્થિત શ્રીરામ મંદિરના લાઈવ દર્શન હવે વિશ્વભરના શ્રદ્ધાળુઓ કરી શકશે.કથાકાર મોરારિબાપુના હસ્તે રામ મંદિર લાઈવ દર્શન સેવાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે લહેરી, અને જેડી પરમાર સહિત અધિકારીઓ કર્મચારીઓ અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. સોમનાથ તીર્થ ક્ષેત્રમાં અનેક મંદિરો આવેલા છે જે ઘણા પૌરાણિક છે ત્યારે વધુ એક પ્રકલ્પ ઉમેરાયુ છે જેમાં ભગવાન શ્રીરામચંદ્રજીના પ્રાચીન રામ મંદિરના દર્શન ભક્તો લાઈવ નિહાળી શકશે

Tags:    

Similar News