ગુજરાત-મહારાષ્ટ્રનો આજે સ્થાપના દિવસ, 30 રાજ્યોના રાજભવનમાં કરવામાં આવશે ઉજવણી

Update: 2023-05-01 03:39 GMT

આજે ગુજરાત-મહારાષ્ટ્રના સ્થાપના દિને 30 રાજ્યોના રાજભવનમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

લગભગ 30 રાજ્યોના રાજભવનમાં સોમવારે (1 મે) એટલે કે આજે મહારાષ્ટ્ર અને ગુજરાતના સ્થાપના દિવસ પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, વિવિધ રાજભવન સંબંધિત રાજ્યોમાં રહેતા મહારાષ્ટ્ર અને ગુજરાતી મૂળના લોકોને હોસ્ટ કરશે.

આ દરમિયાન પશ્ચિમ ભારતના આ બે રાજ્યોની સંસ્કૃતિ અને ભોજનની ઝલક રજૂ કરવામાં આવશે. બંને રાજ્યો સાથે સંકળાયેલા પરંપરાગત વસ્ત્રો આ કાર્યક્રમોની વિશેષતા હશે. સોમવારે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, આસામ અને ઉત્તરાખંડ સહિત વિવિધ રાજ્યોના રાજભવનોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

Tags:    

Similar News